વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના: મોટા સમાચાર, સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકતની થશે તપાસ વડોદરા: 9 જુલાઈ, 2025ના રોજ પાદરા-જંબુસર વચ્ચે મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા, જે ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ ઘટનાને લઈને માર્ગ અને મકાન વિભાગની બેદરકારી પર સવાલો ઉઠ્યા છે. હવે સરકારે આ મામલે ગંભીર પગલાં લઈને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને તપાસની મંજૂરી આપી છે, જેના પગલે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.