ગોંડલમાં જન્માષ્ટમીનો લોકમેળો સાત દિવસ યોજાશે: નગરપાલિકા મેળાકમીટીનો ઠરાવ: સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડ ની અપસેટ પ્રાઇઝ રુ.51 લાખ મુકાઈ ગોંડલ: ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં પ્રતિવર્ષ રંગારંગ લોકમેળો યોજાય છે. ગોંડલ શહેર ઉપરાંત તાલુકાનાં ગામડા અને કોટડા સાંગાણી,વિંછીયા સહિત વિસ્તારનાં લોકો મેળાનો આનંદ માણતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી નાં તહેવારમાં નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન મેળાકમીટી દ્વારા નક્કી કરાયુ છે.