AMC ફૂડ વિભાગની કડક કાર્યવાહી; ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝા આઉટલેટ સીલ અમદાવાદ: ગ્રાહક ફરિયાદ બાદ AMCની તાત્કાલિક કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કલાસાગર મોલમાં સ્થિત ડોમિનોઝ પિઝા આઉટલેટ સામે કડક કાર્યવાહી કરી છે. ગ્રાહકની ફરિયાદના આધારે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, આ આઉટલેટમાં પીરસવામાં આવતા સોસ આરોગ્ય માટે હાનિકારક છે અને આઉટલેટમાં ગંદકીનું પ્રમાણ પણ નોંધપાત્ર હતું. આ ખુલાસા બાદ AMCએ ડોમિનોઝ પિઝા શોપને સીલ કરી દીધું છે.