સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘટના બની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણ લોકોના મોત થયા છે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે Surat News: સુરત જનરેટરના ગેસથી ગૂંગળામણને કારણે 3 લોકોના મોત થયા છે. જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘટના બની છે. રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણા બંધ કરી સુઈ ગયા હતા. જેમાં ગેસ ગૂંગળામણને કારણે ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા છે. 77 વર્ષીય બાલૂ ભાઈ પટેલ, સીતાબેન રાઠોડ અને વૈદાબેન રાઠોડનું મોત થયુ છે