ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ ગોમતીપુર ટ્રાફિક પોલીસ H ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો 6 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Ahmedabad : અમદાવાદમાં BRTS બસે વધુ એકવાર અકસ્માત સર્જ્યો છે. શહેરના ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બેકાબુ બનેલ બસ ડીવાઈડર ઉપર ચડી જતા કુલ 6 લોકો ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ડ્રાયવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.