વડોદરા IOCL રિફાઇનરીમાં ભયંકર બ્લાસ્ટની ઘટનામાં બેનાં મોત. (Vadodara IOCL Refinery Blast) ગઇકાલે એક બાદ એક બે પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આખી રાત પાણી અને ફોમનો મારો ચલાવી કાબૂ મેળવાયો. વડોદરાનાં કોયલી ગામ ખાતે આવેલી IOCL રિફાઇનરીમાં ગઈકાલે એક બાદ એક ભયંકર બ્લાસ્ટની ઘટનાઓ બની હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત નીપજ્યા હતા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે ફાયર વિભાગ (Fire Department) દ્વારા મેજર કોલ જાહેર કરી જિલ્લા-શહેરમાંથી ફાયરની અલગ-અલગ ટીમો બોલાવાઈ હતી. આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ આજે વહેલી સવારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો