ગુનાખોરી ડામવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની (VADODARA CRIME BRANCH) ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એક ઇકો ગાડી શંકાસ્પદ જણાઇ આવતા ઠેકરનાથ સ્મશાન પાસે હોવાની માહિતી મળી હતી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સરફરાજ સૈયદ તેના બે સાગરિતો જોડે મળીને એટીએમ તોડવા (ATM THEFT) માટેની ફિરાકમાં છે. જેથી ટીમે કિશનવાડી પાસે ગાડીને કોર્ડન કરીને રોકી લીધી હતી. બાદમાં ગાડીમાં બેઠેલા લોકોને બહાર કાઢીને તેમની ઓળખ પુછવાનું કહેતા ચાલકે, પોતાનું નામ સરફરાજ યાશીનહુસેન સૈયદ (રહે. ઠેકરનાથ સ્મશાનની બાજુમાં કિશનવાડી, વડોદરા), અન્યએ પોતાનું નામ સોહમ કાળીદાસ માળી (રહે. સહકાર નગર, ઉકાજીનું વાડિયું, વડોદરા) અને મનિષ મુકેશભાઇ સોલંકી (રહે. જીવણનગર, આવાસ મકાન, વડોદરા) જણાવ્યું