Gujarat Results of by-Elections : ગુજરાતની કડી (Kadi) અને વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકો (Assembly seats) પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. બંને બેઠકો પર મતગણતરી (vote counting) માટે વહીવટી તંત્ર (administration) દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી પ્રક્રિયામાં કુલ 21 રાઉન્ડ યોજાશે, જે ઉમેદવારોનું (candidates) રાજકીય ભાવી (political future) નક્કી કરશે.