રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને લવાશે સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે Jagannath Jalyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે. હાથી, બેન્ડવાજા, ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં ધજા-પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા છે. મંદિરેથી નીકળીને જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી છે. જેમાં સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે.