આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ પોરબંદરમાં 29 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ છે. જેમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. તેમજ પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ છે. તથા પોરબંદરમાં 29 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ છે. તથા મચ્છીના દંગા સહિતના વિસ્તારમાં પોલીસે તપાસ કરી છે. દરિયામાં માછીમાર કરતી માછીમારી બોટનું પણ ચેકીંગ થયુ છે. LCB, SOG, મરીન પોલીસની ટીમે તપાસ હાથ ધરી તથા શંકાસ્પદ જણાતા ઇસમોના પુરાવાની ચકાસણી કરાઈ રહી છે.