અસરગ્રસ્તોને સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા પોલીસ નિવેદન લેવા પહોંચી પણ દવાની અસરથી પરિવાર બેભાન હતો પતિ-પત્નિ, બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે શનિવારે વહેલી સવારે વડાલીમાં રહેતા સગર સમાજના શ્રમિક પરિવારના પાંચ જણાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ આસપાસમાં રહેતા લોકોને ખબર પડતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સ્થાનિક કક્ષાએ સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પાંચેયને ઈડરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જયાં પતિ-પત્નિ, બે પુત્રો તથા એક પુત્રીનો સમાવેશ થાય છે.