VADODARA : વડોદરામાં હોટલ, શાળા, ખાનગી કંપની બાદ હવે નવી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. ઘટના અંગે મોડી રાત્રે પોલીસને જાણ કરવામાં આવતા વિવિધ ટીમો તાત્કાલિક દોડી આવી હતી. અને ડોગ સ્કવોર્ડને સાથે રાખીને આખા પરિસરમાં તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઇ પણ વાંધાનજક મળી આવ્યું ન્હતું. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ધમકી ભર્યો ઇમેલ પૂર્વ કલેક્ટર શાહના નામે ઉલ્લેખીને મોકલવામાં આવ્યો હતો