વિવિધ પડતર માંગણીઓને લઈ રેલી નીકળી હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો સાથે દેખાવ રતન કલાકારોના વેતનમાં અને હીરાના ભાવમાં ભાવ વધારો તેમજ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ કલાકારો દ્વારા રેલી કાઢી દેખાવ કરવામાં આવ્યા હતા. કતારગામ દરવાજા ખાતેથી નીકળેલી રેલી વરાછા હીરાબાગ ખાતે સંપન્ન થઈ હતી. જોકે આ રેલીને કોઈપણ પોલીસ પરવાનગી આપવામાં આવી નહોતી. પરંતુ કલાકારોના હિતને ધ્યાનમાં રાખી રેલી કાઢવા દેવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરંતુ રેલીમાં 5,000 રત્ન કલાકારો જોડાશે તેવો દાવો સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરાયો હતો.