આજે, 8 માર્ચ 2025, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દિવસે તેઓ નવસારીમાં મહિલાઓ સાથે પરિસંવાદમાં ભાગ લેશે અને ‘લખપતિ દીદી’ યોજના હેઠળ મહિલાઓની મહેનત અને સમર્પણને સન્માનિત કરશે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સ્વયં સહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને રૂ. 450 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સાથે જ, આ કાર્યક્રમમાં સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી 2500થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સંભાળવામાં આવશે.