અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી.યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો