વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર તાલુકાના પાંડુ પાસેથી આઇસર ટેમ્પોમાં શાકભાજી ની આડમાં લઈ જવાતોવિદેશી દારૂ સહિત રૂ. 15 લાખનો મુદ્દામાલ ડેસર પોલીસે ઝડપી પાડ્યો હતો. જે અંગે વધુ તપાસ કરતા આ વિદેશી દારૂ ડેસર તાલુકાના નવા શિહોરા નો કુખ્યાત બુટલેગર દિનેશ પરમાર મંગાવ્યો હતો. આ મામલે વોન્ટેડ બુટલેગરનો ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.