ગઈકાલે રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના અયોજકની ધરપકડ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબુલ્યુ પોલીસે પહેલા લગ્ન કરાવ્યા અને હવે આરોપીઓને પણ ઝડપી પાડ્યા Rajkot : સમૂહ લગ્નના નામે છેતરપીંડીના મામલે સમૂહ લગ્નના વધુ એક અયોજકની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના અયોજકની ધરપકડ કરાઇ છે. જેમાં પ્રદ્યુમનનગર પોલીસે આ ધરપકડ કરી છે. તેમજ પૂછપરછમાં ચારેય આયોજકોએ પોતે માત્ર પોતાનું નામ થાય તે માટે આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું રટણ કર્યું છે. તેમજ ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા.