ગેરકાયદેસર વસતા ભારતીયો સામે ટ્રમ્પે લાલ આંખ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે Indian Deported from US: અમેરિકામાં ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યાં છે, ત્યારથી અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો (Indian Deported from US) સામે ટ્રમ્પે લાલ આંખ કરીને તેમને ભારત પાછા મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીનો બે દિવસ યુએસ પ્રવાસ પણ જઈ આવ્યાં છે. એક તરફ, જ્યારે પીએમ મોદી (PM Modi) અમેરિકાથી ભારત પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે જ સમયે, ટ્રમ્પ સરકાર (Trump Government) ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (Indian Deported from US)ના બીજા જૂથને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું હતું. આ કન્સાઇન્મેન્ટ ટૂંક સમયમાં ભારત પહોંચશે.