વડોદરા સહિત તમામ જગ્યાએ સરકારી જમીન પર ધાર્મિક દબાણો મામલે કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી હતી. જેના અનુસંધાને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા પાલિકા દ્વારા 393 સ્થળોની યાદી રજુ કરવામાં આવી હતી. તે પૈકી કેટલાક સ્થળોએ સ્વૈચ્છીક રીતે ધાર્મિક દબાણો દુર કરી દેવામાં આવતા હવે માત્ર 314 જેટલા દબાણો જ દુર કરવાના બાકી છે. જેમાં વિવિધ તબક્કાઓમાં કામગીરી કરીને તેને શાંતિપૂર્ણ રીતે દુર કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.