દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સૂક યેઓલે મંગળવારે “ઇમરજન્સી માર્શલ લો” લાદવાની જાહેરાત કરીને સમગ્ર દેશમાં રાજકીય અને સામાજિક હલચલ મચાવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશને “રાષ્ટ્રવિરોધી” અને “ઉત્તર કોરિયા તરફી તત્વો”ના જોખમમાંથી બચાવવા માટે આ પગલું જરૂરી છે. આ સાથે જ તેમણે આ તત્વોનો નાશ કરવાનું વચન આપ્યું છે. માર્શલ લોની ઘોષણાની સાથે જ દક્ષિણ કોરિયાના રાજકીય માહોલમાં તણાવ વધ્યો છે. સિઓલમાં સંસદની બહાર ભારે અરાજકતા જોવા મળી હતી, જ્યાં વિરોધીઓએ સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો,