Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેનના પતિનું અકસ્માતમાં થયું મોત પોલીસે અકસ્માતનો ગુનો નોંઘી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈનું કોટડાસાંગાણી રોડ પર સાંજે સાયકલિંગ કરવાના સમય દરમ્યાન કાર ચાલકે હડફેટે લેતા ગોંડલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રસ્તામાં જ તેમનું મોત નિપજયું હતું.મનસુખભાઇના અવસાનથી શહેરમાં શોકનું વાતાવણ જોવા મળી રહ્યું છે.