વાહનના હોર્ન મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. રામજી મંદિર અને એક બાઈકમાં કરાઈ તોડફોડ. 3 જેટલા વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડાયા. મહેસાણાના વિસનગર (Visnagar )ના કમાણામાં બે જૂથો વચ્ચે ભારે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. અહીં માત્ર હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. સ્થિતિ એટલી બેકાબૂ થઈ હતી કે, પોલીસને ઘટનાને કાબુમાં લેવા માટે ટિયર ગેસ છોડવા પડ્યાં હતાં. પોલીસે સમગ્ર ઘટનાને કાબુમાં લેવા માટે ટિયર ગેસ છોડ્યા.