હથિયારોના નકલી કૌંભાડમાં ATS ની અરજીને કોર્ટેની મંજૂરી ATS દ્વારા આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવાની અરજી કરાઈ હતી અત્યાર સુધી આ કેસમાં ATS દ્વારા 66 આરોપીઓની ધરપકડ કરાઈ Fake Weapon License Scam : ગુજરાતમાં હથિયારોના નકલી લાયસન્સ કૌભાંડમાં રોજે રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કૌંભાડ કોઈ મોટા કાવતરાનો એક ભાગ હોવાની સંભાવના ધીરે ધીરે પ્રબળ બની રહી છે. હથિયારોનું નકલી લાયસન્સ લેવાની હોડ જામી હોય તેમ રાજ્યના ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર અને અસામાજિક તત્વો પાસે આ નકલી લાયસન્સ હોવાનું બહાર આવ્યું છે. જો કે Fake Weapon License Scam ના ચાલી રહેલા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે હવે આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી છે.