Ahmedabad ના નારોલ વિસ્તારમાં કોઝી હૉટલ સામે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર ઓઝાના મકાન પાસેનો ખાળકૂવો ભરાઈ ગયો હોવાથી દસેક દિવસ અગાઉ તેની સફાઈ કરાવવામાં આવી હતી. સફાઈ બાદ પણ ખાળકૂવામાં પાણી ભરાઈ ગયું હતું. ખાળકૂવાની બાજુમાં બનાવેલા એક ઊંડા ખાડામાં ખાળકૂવાનું જોડાણ કરવાનું નક્કી થતાં દેવેન્દ્ર ઓઝાના સંબંધી તેમજ ભાડુઆત 45 વર્ષીય રામભજન શર્મા સોમવારે બપોરે ખાળકૂવાનું ટાંકી સાથે જોડાણ કરવા ઉતર્યા હતા. લાંબો સમય વીતી ગયા બાદ પણ રામભજન શર્મા ખાડામાંથી બહાર નહીં આવતા તેમને શોધવા ભુપેન્દ્રસિંગ રાજપૂત (ઉ.24) ઉતર્યા હતા. ભુપેન્દ્રસિંગ ખાળકૂવામાં ઉતર્યા બાદ તેમણે થોડીક ક્ષણો બાદ પ્રત્યુર આપવાનો બંધ કરી દીધો હતો. જેથી રામભજન અને ભુપેન્દ્રસિંગને શોધવા સોસાયટીમાં રહેતા રિશીરાજ વર્મા (ઉ.19) ઉતર્યા હતા. એક પછી એક એમ ત્રણ-ત્રણ જણા ટાંકીમાં ઉતર્યા બાદ બહાર નહીં આવતા સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા. 12 ફૂટ ઊંડા ખાડામાં અજવાળા માટે મુકવામાં આવેલા બલ્બનું ઈલેક્ટ્રીક કનેકશન બંધ કરી દેવાયું હતું