અમદાવાદ સ્ટાઇલ કાર્યવાહી વડોદરામાં પણ કરવા માંગ અમદાવાદના ચંડોળામાં લલ્લુ બિહારીનું બિનઅધિકૃત સામ્રાજ્ય તોડી પડાયું વડોદરામાં અનેક લલ્લા હોવાનો આડકતરો દાવો કરતું સાંસદનું ટ્વીટ VADODARA : વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (MP DR. HEMANG JOSHI – VADODARA) ના નિશાને પાલિકા આવ્યું છે. સાંસદે ટ્વીટર / એક્સ પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેઓ જણાવે છે કે, વડોદરામાં પણ વિરોધી પાર્ટી અને દેશવિરોધી તત્વોની મહેરબાનીથી લાલા જેવા માટે સુરક્ષિત સ્થાનો છે. હવે તેમની સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ પાલિકાના સત્તાવાર એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યું છે.