રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને અકસ્માત નડ્યો ગુનાની તપાસમાં પોલીસ કર્મીઓ લુધિયાણા જઈ રહ્યા હતા સ્થાનિક ACP અને અન્ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના Ahmedabad Police : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને અકસ્માત નડ્યો છે. જેમાં રામોલ પોલીસના પીએસઆઇ સોલંકી તથા 3 પોલીસ જવાનો પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા. ત્યારે સરકારી બોલેરોને હરિયાણાનાં ડબવાલી ખાતે અકસ્માત થતા 1 પોલીસકર્મી સહિત 3 નાં મોત થયા છે. તેમજ PSI સોલંકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.