સુરત પોલીસે ખંડણી વસુલતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી RTI નો દૂરઉપયોગ કરી માંગતા હતા ખંડણી પોલીસે 50 લોકો સામે ખંડણીના ગુના નોંધાયા Surat RTI Act misused : આર.ટી.આઈના (Surat RTI Act misused) નામે લોકો પાસેથી ખંડણી વસુલતા વધુ ત્રણ આરોપીઓની સુરત પોલીસે (Surat Police) ધરપકડ કરી છે.આરોપીઓ વિરુધ લાલગેટ અને મહિધરપુરા પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ જેટલી ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી છે.ધરપકડ કરાયેલા ત્રણ પૈકીનો એક આરોપી વ્યવસાયે ટેલર છે.જે બાંધકામો અંગેની RTI કરી લોકોને બ્લેકમેઇલ કરી ખંડણી વસુલતો હતો.વધુ તપાસ લાલગેટ અને મહિધરપુરા પોલીસે (Surat Police) હાથ ધરી છે