PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી ઇન્ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે ફરિયાદ દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી Ahmedabad શહેરનું નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પોલીસની ગાડીમાં જ દારૂ અને બેનામી રોકડ રકમ સાથે ઝડપાયા છે. નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇને બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા પીસીઆર વાનમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સતીશ જીવણ ઠાકોરની હાજરી દરમિયાન વિદેશી દારૂની બોટલ ઉપરાંત રૂપિયા 30,000 ની રોકડ રકમ મળી આવી છે.