Pakistani YouTubers: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા બે યુટ્યૂબર શએબ ચૌધરી અને સના અહેમદ ભારતમાં વધારે પ્રખ્યાત છે. તેમની યુટ્યુબ ચેનલ ભારત સહિત અનેક દેશોમાં જોવાય છે. જો કે હવે કતિત રીતે દાવો થઇ રહ્યો છે કે, પાકિસ્તાની સરકારે તેમને ફાંસીની સજા ફટકારી છે.
આવા દાવા પાકિસ્તાનના અનેક સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે. આ ગંભીર મુદ્દે અનેક લોકો વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. જેને NamoRashtravad નામની યુટ્યુબ ચેનલે પોતાની ચેનલ પર શેર કરી. આ વીડિયોમાં અનેક લોકોએ દાવો કર્યો કે, શોએબ ચૌધરી અને સના અહેમદને ફાંસી પર લટકાવી દેવાશે.