Jamnagar માં દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ મરીન નેશનલ પાર્ક અભયારણ્યમાં કામગીરી હાથ ધરાશે 3 થી 5 જાન્યુઆરી દરમિયાન પક્ષીઓની ગણતરી હાથ ધરાશે પ્રથમ દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રનાં તજજ્ઞો માહિતી આપશે ગુજરાતનાં જામનગરમાં (Jamnagar) આજથી દરિયાકાંઠાનાં અને દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો પ્રારંભ થશે. આ કામગીરી 5 જાન્યુઆરી સુધી હાથ ધરાશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી નિષ્ણાતો અને સંશોધકો આ પ્રથમ વસ્તી ગણતરીમાં ભાગ લેશે. મરીન નેશનલ પાર્ક અભયારણ્યમાં આ કામગીરી હાથ ધરાશે.