આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વાદળોના કારણે અત્યારે ઠંડીનું જોર પણ ખુબ જ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહીં છે. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠાની અસરને પગલે વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું છે