Shamlaji Temple:માગષર સુદ પૂર્ણિમા(Poonam) નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા હતા. વહેલી સવારથીજ મંદિર પરિસરમાં ભક્તો ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા. અને દિવસ દરમિયાન હાજરો ભક્તો આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવશે ઉલ્લેખનીય છે કે મહિના દરમિયાન દર્શને નહિ આવી શકતા ભક્તો પૂર્ણિમાના દિવસે ખાસ શામળિયાના દર્શને આવી દર્શન કરી પોતાની માનતા આખડી પુરી કરતા હોય છે