Jharkhand ના બોકારોમાં ભયાનક અકસ્માત. ટ્રેલર, ટ્રેક્ટર અને બોલેરો કર વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં 5 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ. ઝારખંડ (Jharkhand)ના બોકારોમાં બોકારો-રામગઢ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિની હાલત ગંભીર છે. બોકારોના સામુદાયિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સ્વીટી ભગતે જણાવ્યું હતું કે પાંચ લોકોને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઘાયલ થયા હતા.