


બગોદરા – ધોળકાના ગ્રામ્ય પંથકમાંથી નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ધોળકા રૃરલ પોલીસે ચલોડા ગામથી સરોડા ગામ જતા રોડ પર એક લોડિંગ ટેમ્પોમાંથી ૫.૭૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે.