Gujarat University : અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા ગત સદીમાં અગાઉ દાનમાં મળેલી વિશાળ જમીન પર ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) સહિત અનેક શૈક્ષિણક સંસ્થાન કાર્યરત છે. દાનમાં મળેલી જમીન બારોબાર એક ખાનગી કલબને પધરાવી દેવાનો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે (Indravijaysinh Gohil) આજે ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન (Ashish Amin) ની દ્રોણાચાર્ય એકેડમી ઑફ શૂટિંગ એન્ડ આર્ચરી (Dronacharya Academy of Shooting and Archery) ને 10 હજાર વાર જગ્યા ફાળવવાની સાથે-સાથે તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.