જામનગરનાં ધ્રોલ તાલુકાની 108 ટીમે માનવતા મહેકાવી (Jamnagar) પ્રસૂતા સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા ટીમ ચાલતા ગઈ હતી વાડી વિસ્તારમાં કાચા રસ્તે જઈ પ્રસૂતાની ડિલિવરી કરાવી બાળક અને મહિલાને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી જીવન બચાવ્યું Jamnagar : જામનગરનાં ધ્રોલ તાલુકામાં (Dhrol) 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે માનવતા મહેકાવી છે. ટીમનો એક વીડિયો સામે આવ્યો છે, જે બાદ લોકો ટીમની કામગીરીનાં વખાણ કરી રહ્યા છે. પ્રસૂતા સુધી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા વાડી વિસ્તારમાં કાચા રસ્તે ટીમ ચાલતા ઘર સુધી પહોંચી હતી અને પ્રસૂતાની ડિલિવરી કરાવી હતી. બાળક અને મહિલાને મુખ્ય માર્ગ સુધી શિફ્ટ કરી બંનેનું જીવન બચાવ્યું હતું.