રામપરા ગામમાં ઘાતકી હત્યાની ઘટના સામે આવી ખેતરમાં પશુ ઘૂસી જવા બાબતે માથાકુટ થતા ગંભીર પરિણામ આવ્યું 6 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો SURENDRANAGAR : સુરેન્દ્રનગર (SURENDRANAGAR) માં આવેલા રામપરા ગામની સીમમાં વૃદ્ધની હત્યાની (OLD AGE MAN MURDER) કમકમાટીભરી ઘટના સામે આવી છે. તિક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધને રહેંસી નાંખવામાં આવતા પંથકમાં અરેરાટી વ્યપી જવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ઘનશ્યામભાઇ ખેર ના ખેતરમાં પશુ આવી જવા બાબતે બોલાચાલી થઇ હતી. તે બાદ મામલે ઉગ્ર બનતા તેમને તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને મોતનો ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી.