એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. એસ.ડી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તેમજ કુલ 350 વિધાર્થિનીઓએ રાત્રી ભોજન લીધું હતુ. વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. જેમાં ભોજન બાદ વિદ્યાર્થિનીઓને રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થયો છે. મેસના વાસી ભોજનના કારણે વિધાર્થિનીઓનો જીવ જોખમમાં મૂકાયો છે. અનેક વખત વિધાર્થીનીઓએ ભોજનની ગુણવત્તાને લઇ ફરિયાદ કરી છે. સયાજી હોસ્પિટલમાં વાઈસ ચાન્સેલર, હોસ્ટેલના ચીફ વોર્ડન દોડી આવ્યા છે. ફૂડ પોઇઝનિંગની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે