ગાંધીનગર બાદ જૂનાગઢમાં પાટીદાર સમાજ ચિંતન શિબિર યોજાઇ છે. જેમાં બેઠકમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા, પૂર્વીન પટેલ તથા આપના રેશમા પટેલે ઉપસ્થિત રહ્યાં છે. પાટીદાર સમાજને નડતા પ્રશ્નો અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઇ છે. લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી અંગે ચર્ચા કરવામાં આવી છે. તથા ઓનલાઇન ગેમીંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવા અંગે ચર્ચા થઇ છે. ઝવેરી કમિશનને આધારે 10 ટકા અનામતની જોગવાઇ પર ચર્ચા થઇ છે.