Gujarat Police માં છેલ્લાં કેટલાંક વર્ષોથી Cyber Fraud ના નામે ચાલતી કરોડોના તોડકાંડની મોડસ ઓપરેન્ડીથી મોટાભાગના IPS અધિકારીઓ વાકેફ છે. આમ છતાં ફરિયાદ વિના બારોબાર અનેક બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવાના અને પછી લાખો/કરોડોનો તોડ કરવાનો. દોઢ વર્ષ અગાઉ ચકચાર મચાવનારા જુનાગઢ સાયબર સેલ (Junagadh Cyber Crime Cell) ના તોડકાંડના મુખ્ય આરોપી PI Taral Bhatt, PI A M Gohil અને એએસઆઈ દિપક જાનીને ભૂલાવી દે તેવી ઘટના તાજેતરમાં સામે આવી છે.