અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સનો ખડકલો દુર્ઘટનાના ત્રીજા દિવસે મૃતકોના પરિવારને મૃતદેહ સોંપાશે વિવિધ જિલ્લાઓમાંથી ડેડબોડી વાન મંગાવવામાં આવી
અમદાવાદમાં તા. 12 જૂનના રોજ થયેલ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરોમાંથી 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને બે અનુભવી પાયલોટ સહિત 265 લોકોના મોત થયા છે. તમામના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સગા-સબંધીઓના ડીએનએ રિપોર્ટ લઈ મૃતદેહોની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળ્યો હતો.