ગોત્રીમાં સવાર સવારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી સ્થાનિકોએ બે આરોપીને પકડી પાડી ધૂલાઇ કરી બંને વિરૂદ્ધ અલગ અલગ કલમો હેઠળ ત્રણ ગુના નોંધાયા VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગત સવારે નશામાં ધૂત નબીરાની કારે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ત્રણ વાહનો અડફેટે આવ્યા હતા. જેમાં ત્રણને ઇજાઓ પહોંચી છે. આ મામલે લોકોએ નબીરા અને તેના મિત્રની ધુલાઇ કરીને તેને પોલીસને સોંપ્યા છે. જે બાદ પોલીસે આરોપી વિજય શિશપાલ કુમાવત અને વ્રજ નરેન્દ્રભાઇ બારોટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જે અતંર્ગત બંને સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, દારૂનું પઝેશન અને અકસ્માત મળીને ત્રણ ગુના નોંધાયા છે.