ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. સવારે 10 કલાકે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી PM હેલિકોપ્ટર મારફતે દાહોદ પહોંચશે તથા બપોરે 12 કલાકે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.