વડોદરાના છાણીમાં મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના બની કાર ચાલક પીએસઆઇ નશામાં ધૂત હોવાનું ખૂલ્યું પીએસઆઇએ જીએસટી કમિશનરની કારને ટક્કર મારી આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ VADODARA : વડોદરામાં ગત રાત્રે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ રજા પર હોવાથી કારમાં બોટાદ જઇ રહ્યા હતા. તે દરમિયાન વડોદરાના છાણી બ્રિજ પાસે પીએસઆઇની કારનો જીએસટી કમિશનરની કાર જોડે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. આ વચ્ચે કારમાં વર્દિમાં બેઠેલા પીએસઆઇને બહાર કાઢતા તે નશામાં ધૂત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું.