ગાંધીનગર સિવિલમાં બ્લેક ફંગસના બે દર્દી દાખલ 1 દર્દીને મ્યુકરમાઈકોસિસના કારણે આંખ કાઢવી પડી બંને દર્દી હાઇ ડાયાબિટીસથી પીડિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગશના બે કેસ નોંધાવવા પામ્યા છે. હાઈ ડાયાબીટીસના કારણે બ્લેક ફંગસનું ઈન્ફેક્શન લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્લેક ફંગશના કારણે એક પેશન્ટની આંખ કાઢવાની ફરજ પડી છે. અગાઉ કોરોના બાદ બ્લેક ફંગશના કેસોમાં વધારો થયો હતો. જો કે હાલ બ્લેક ફંગસના બે કેસો કોરોના કરતા હાઈ ડાયાબીટીસના કારણે સંક્રમિત થયા હોવાની વધુ શક્યતાઓ છે.