સુરતમાં ત્રણ વર્ષ પહેલા થયેલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો પોલીસ ત્રણ વર્ષથી આરોપીની કરી રહી હતી શોધખોળ 10 આરોપીઓએ ભેગા મળી ચોરીને આપ્યો હતો અંજામ વર્ષ 2022માં સચિન GIDC પોલીસ ચોપડે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. 22.75 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનામાં 10 આરોપીઓના નામ સામે આવ્યા હતા.જેમાં મોહનકુમાર રામનેવલ ગુપ્તા પણ સામેલ હતો. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ મોહનની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે, આરોપી મોહનકુમાર મહારાષ્ટ્રથી સુરત આવ્યો છે. તેના આધારે પોલીસે મોહનને ઝડપી લીધો છે.