માંજલપુરમાં અચાનક ફૂટપાથ બેસી જતા બે મહિલાઓ ખાબકી વડોદરામાં કમોસમી વરસાદમાં પણ ભૂવો પડવાનું જારી બંને મહિલાઓનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું VADODARA : વડોદરા (VADODARA) માં હાલ કમોસમી વરસાદ (UNSEASONAL RAIN) નો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે તાજેતરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા ખાબક્યા બાદ ભૂવો વિસ્તર્યો હતો. જેને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂવો 10 ફૂટનો હતો, જે વિસ્તરણ પામીને 20 ફૂટનો થઇ ગયો હતો. આ ઘટનામાં બે મહિલાઓને નાની-મોટી ઇજા પહોંચી હતી.