Major action by AMC: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘૂસણખોરો સામે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના સર્ચ ઓપરેશનમાં 800માંથી 143 બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો, જેના પગલે ગેરકાયદે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા અને JCB-બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. ગૃહ વિભાગના આદેશ અનુસાર, આજે પણ આ વિસ્તારમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેનો ઉદ્દેશ ગેરકાયદે વસવાટ અને બાંધકામોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.