અમદાવાદના કોંગ્રેસ કાર્યલાય ખાતે વેચાઇ પત્રિકા ભાજપ સાથે સેટીંગ કરતા નેતાઓના નામ સાથે ઉલ્લેખ કાર્યાલય પર થયેલા પથ્થર મારામાં સેટીંગ કર્યુ હોવાનો ઉલ્લેખ Gujarat Congress : કોંગ્રેસમાં પત્રિકા કાંડ સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ (Congress) કાર્યાલય ખાતે પત્રિકા વેચાઇ છે. તેમાં ભાજપ સાથે સેટીંગ કરતા નેતાઓના નામ સાથે પત્રિકામાં ઉલ્લેખ છે. પત્રિકામાં હિંમતસિંહ પટેલ ( Himmatsinh Patel ) અને શૈલેષ પરમાર (Shailesh Parmar )નો ઉલ્લેખ છે. કાર્યાલય પર થયેલા પથ્થર મારામાં સેટીંગ કર્યુ હોવાનો ઉલ્લેખ છે. પોલીસ ફરિયાદમાં ભાજપ સાથે સેટીગ કર્યુ હોવાનો આરોપ છે. તેમજ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી છે.