Gujarat: ડ્રગ્સ, માદક,નશીલા પદાર્થના સુનિયોજિત વ્યાપારને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આયોજનબદ્ધ રીતે થઈ રહેલાં ડ્રગ્સના વ્યાપારને રોકવાને બદલે ભાજપ શાસનમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. આ કારણોસર યુવાપેઢી ડ્રગ્સના દૂષણમાં હોમાઈ છે. સવાલો એ ઊઠયાં છે કે, અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે, પરંતુ ડ્રગ્સ માફિયા અને ખરીદનાર કેમ પકડાતા નથી. ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશ દ્વાર કેમ ગુજરાતની ભૂમિ બની રહી છે.